ચંન્દ્રકાંત કેશવલાલ બક્ષી (ઓગસ્ટ ૨૦, ૧૯૩૨-માર્ચ ૨૫, ૨૦૦૬) આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા.
જીવન
editતેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. કલકત્તામાં થોડો સમય કપડાંની દુકાનમાં વેપાર કર્યા બાદ તેઓ મુંબઇમાં સ્થાયી થયા હતા. ૧૯૭૦માં મુંબઇ સ્થાયી થયા પછી ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુંબઈની રાહેજા કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમના પહેલા ૨૦૦૨ની સાલમાં અવસાન પામ્યા) હતા. તેઓ મુંબઇના શેરીફ પદે પણ રહી ચૂક્યા હતા.
૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[1]
તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા.
પારિતોષિક
edit૧૯૬૮માં 'પેરિલિસિસ' નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો. ૧૯૮૪માં 'મહાજાતિ ગુજરાતી' માટે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમને પાછું આપી દીધું હતું.[2]
વિવાદ
editગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા 'કુત્તી' પર અશ્લિલ લખાણ માટે કેસ કરેલો[3]. તેમણે આ માટે સરકાર વિરુધ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધેલા.
સર્જન
editતેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત - કુમાર સામયિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે. [4]
ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન વિષય પ્રમાણે નીચે પ્રમાણે છે.
નવલકથાઓ
editનામ | વર્ષ |
---|---|
પડઘા ડૂબી ગયા | ૧૯૫૭ |
રોમા | ૧૯૫૯ |
એકલતાના કિનારા | ૧૯૫૯ |
આકાર | ૧૯૬૩ |
એક અને એક | ૧૯૬૫ |
પૅરૅલિસિસ | ૧૯૬૭ |
જાતકકથા | ૧૯૬૯ |
હનીમૂન | ૧૯૭૧ |
અયનવૃત્ત | ૧૯૭૨ |
અતિતવન | ૧૯૭૩ |
લગ્નની આગલી રાતે | ૧૯૭૩ |
ઝિંદાની | ૧૯૭૪ |
સુરખાબ | ૧૯૭૪ |
આકાશે કહ્યું | ૧૯૭૫ |
રીફ મરીના | ૧૯૭૬ |
યાત્રાનો અંત (અનુવાદ) | ૧૯૭૬ |
દિશાતરંગ | ૧૯૭૯ |
બાકી રાત | ૧૯૭૯ |
હથેળી પર બાદબાકી | ૧૯૮૧ |
હું, કોનારક શાહ... | ૧૯૮૩ |
લીલી નસોમાં પાનખર | ૧૯૮૪ |
વંશ | ૧૯૮૬ |
પ્રિય નીકી... | ૧૯૮૭ |
કૉરસ | ૧૯૯૧ |
મારું નામ તારું નામ | ૧૯૯૫ |
સમકાલ | ૧૯૯૮ |
વાર્તાસંગ્રહ
editનામ | વર્ષ |
---|---|
પ્યાર | ૧૯૫૮ |
એક સાંજની મુલાકાત | ૧૯૬૧ |
મીરા | ૧૯૬૫ |
મશાલ | ૧૯૬૮ |
ક્રમશ: | ૧૯૭૧ |
કેટલીક અમેરિકન વાર્તાઓ | ૧૯૭૨ |
બક્ષીની કેટલીક વાર્તાઓ | ૧૯૭૨ |
પશ્ચિમ | ૧૯૭૬ |
આજની સોવિયેત વાર્તાઓ | ૧૯૭૭ |
ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ | ૧૯૭૭ |
૧૩૯ વાર્તાઓ - ૧ | ૧૯૮૭ |
૧૩૯ વાર્તાઓ - ૧ | ૧૯૮૭ |
સદાબહાર વાર્તાઓ | ૨૦૦૨ |
દસ વાર્તાઓ | ૨૦૦૩ |
બક્ષીની વાર્તાઓ | ૨૦૦૩ |
નાટક
edit- જ્યુથિકા (૧૯૭૦)
- પરાજય (૧૯૭૬)
આત્મકથા
edit- બક્ષીનામા: ભાગ ૧,૨,૩ (૧૯૮૮)
અનુવાદ
edit- સુખી હોવું (૨૦૦૨)
ઇતિહાસ/સંસ્કૃતિ
editનામ | વર્ષ |
---|---|
મેસોપોટેમિયાની સંસ્કૃતિ | ૧૯૭૨ |
ગ્રીસની સંસ્કૃતિ | ૧૯૭૩ |
ચીનની સંસ્કૃતિ | ૧૯૭૪ |
યહૂદી સંસ્કૃતિ | ૧૯૭૫ |
આભંગ | ૧૯૭૬ |
ઇજિપ્તની સંસ્કૃતિ | ૧૯૭૬ |
તવારીખ | ૧૯૭૭ |
રોમન સંસ્કૃતિ | ૧૯૭૭ |
પિકનિક | ૧૯૮૧ |
વાતાયન | ૧૯૮૪ |
સ્પીડબ્રેકર | ૧૯૮૫ |
ક્લોઝ-અપ | ૧૯૮૫ |
ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો | ૧૯૮૭ |
વિજ્ઞાન વિશે | ૧૯૯૨ |
સ્ટૉપર | ૧૯૯૫ |
સ્પાર્કપ્લગ | ૧૯૯૫ |
એ-બી-સીથી એક્સ-વાય-ઝી | ૨૦૦૦ |
શ્રેણીઓ
edit- જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી (૧૯૮૯)
- યુવાનોને સપ્રેમ શ્રેણી (૧૯૯૧)
- જીવનનનું આકાશ શ્રેણી (૧૯૯૧)
- વિકલ્પ શ્રેણી (૧૯૯૪)
- ચાણક્ય ગ્રંથમાળા (૧૯૯૭)
- નવભારત શ્રેણી (૧૯૯૮)
- વાગ્દેવી શ્રેણી (૧૯૯૮)
- નમસ્કાર શ્રેણી (૧૯૯૯)
- વાતાયન શ્રેણી (૨૦૦૧)
- વર્તમાન શ્રેણી (૨૦૦૩)
અન્ય ભાષામાં અનૂદિત
editનામ | ભાષા | વર્ષ |
---|---|---|
પેરેલિસિસ | મરાઠી | ૧૯૭૯ |
દોમાનિકો | હિન્દી | ૧૯૭૯ |
આકાર | હિન્દી | ૧૯૭૯ |
પેરેલિસિસ | અંગ્રેજી | ૧૯૮૨ |
ઝિન્દાની | મરાઠી | ૧૯૮૪ |
લોસ્ટ ઇલ્યુઝન્સ (લીલી નસોમાં પાનખર) | અંગ્રેજી | ૧૯૮૯ |
પેરેલિસિસ | હિન્દી | ૧૯૮૯ |
પતઝડ હપે પત્તેમેં | હિન્દી | ૧૯૯૦ |
ગુડ નાઇટ, ડેડી | મરાઠી | ૧૯૯૬ |
નાનું નીનું મથુ (વાર્તાસંગ્રહ) | કન્નડ | ૧૯૯૬ |
સ્પીડબ્રેકર | હિન્દી | ૨૦૦૧ |
સમકાલ | હિન્દી | ૨૦૦૩ |
સમકાલ | મરાઠી | ૨૦૦૩ |
અવર ટાઇમ્સ (સમકાલ) | અંગ્રેજી | ૨૦૦૩ |
ગુજરાત/પ્રવાસ
editનામ | વર્ષ |
---|---|
મહાજાતિ ગુજરાતી | ૧૯૮૧ |
ગુજરે થે હમ જહાં સે | ૧૯૮૨ |
પિતૃભૂમિ ગુજરાત | ૧૯૮૩ |
અમેરિકા અમેરિકા | ૧૯૮૫ |
રશિયા રશિયા | ૧૯૮૭ |
દક્ષિણ આફ્રિકા | ૧૯૯૦ |
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ | ૧૯૯૧ |
રાજકારણ
editનામ | વર્ષ |
---|---|
રાજકારણ ગુજરાત (૧૯૮૯-૧૯૯૫) | ૧૯૯૫ |
રાજકારણ ભારત (૧૯૮૯-૧૯૯૫) | ૧૯૯૫ |
ગોધરાકાંડ: ગુજરાત વિરુધ્ધ સેક્યુલર તાલિબાન | ૨૦૦૨ |
મહાત્મા અને ગાંધી | ૨૦૦૨ |
આઝાદી પહેલાં | ૨૦૦૨ |
આઝાદી પછી | ૨૦૦૨ |
પ્રકીર્ણ
editઅન્ય
editકોલમ/કટારલેખ
edit- ક્લોઝ-અપ: દિવ્ય ભાસ્કર
- સ્પિડબ્રેકર, વાતાયન: ગુજરાત સમાચાર
- મિડ-ડે
- ચિત્રલેખા
- અભિયાન
સમાચાર
editબાહ્ય કડીઓ
edit- જીવનપરિચય: http://sureshbjani.wordpress.com/2006/10/19/chandrakant-baxi/
- નેહલ મહેતા દ્વારા શ્રધ્ધાંજલી: http://rdgujarati.wordpress.com/2006/03/26/nehal-mehta/
- મુલાકાત: http://www.rediff.com/gujarati/2002/jul/09baxi.htm
- રીવા બક્ષી (દીકરી) દ્વારા યાદગીરી: http://rdgujarati.wordpress.com/2006/04/19/riva-baxi/
સંદર્ભ
edit- ^ http://www.rediff.com/news/2006/mar/25baxi.htm
- ^ http://www.zazi.com/yayavar/yayavar/vartalap/cbaxi.htm
- ^ http://ia.rediff.com/news/2006/mar/25baxi.htm
- ^ http://www.zazi.com/yayavar/yayavar/vartalap/cbaxi.htm
- ^ http://www.divyabhaskar.co.in/article/MAH-MUM-chandrakant-baxi-on-gujarati-theater-4290470-PHO.html
[[Category:Gujarati-language writers]] [[Category:People]] [[Category:Literature stubs]] [[Category:Author]]