કાઠીયાવાડનુું નામકરણ અને કાઠી દરબારો


મુસલમાની સત્તાકાળ માં આ દ્વિપકલ્પ કે તેને લગતો ભાગ ‘કાઠીયાવાડ’ કહેવાતો નહિ પણ તે ગુજરાતનો જ એક ભાગ ગણાતો, મુસલમાની હાકેમી પહેલાના વખત માં દ્વિપકલ્પ ને લગતો થોડો ભાગ સોરાષ્ટ્ર કે સોરઠ કહેવાતો. મિરાતે અહેમદિ માં લખ્યુ છે કે ૧૭૪૮-૬૨ સુધી સોરઠ(સૌરાષ્ટ્ર)ના પાંચ જીલ્લા હતા. હાલાર, કાઠીયાવાડ, ગોહિલવાડ, બાબરીયાવાડ અને જતવાડ. પછી ના વર્ષો મા બાંટવા અને જુનાગઢ ના સંસ્થાનો સોરઠ કહેવાય છે. તે સૈકાના પાછળ ના ભાગમાં કાઠી દરબારો એ ખંડણી લેતા મરાઠાઓની સામે થઇ પ્રસિધ્ધી મેળવી અને બીજી સત્તાઓ સામે પણ જજુમ્યા તે પરથી મરાઠાઓ એ આખા દ્વિપકલ્પને કાઠીયાવાડ નામ આપી દિધુ અને અંગ્રેજ અમલ દરમીયાન પણ સમગ્ર સૌરાષ્ટ્ર કાઠીયાવાડ તરીકે જ ઓળખાતું રહ્યુ જેની નોંધ અંગ્રેજ અમલદારો પોતાના લખાણો મા લીધી છે.

જેમ્સ ટોડ પોતાના પુસ્તક ‘રાજસ્થાન કા ઇતિહાસ’ ના ૩૬ રાજવંશ પ્રકરણ માં કેપ્ટન મેકમર્ડો ના મતને ટાંકતા નોંધે છે કે

“Kathi Of the ancient notices of this people much has been already said, and all the genealogists, both of Rajasthan and Saurashtra, concur in assigning it a place amongst the royal races of India. It is one of the most important tribes of the western peninsula, and which has affected the change of the name from Saurashtra to Kathiawar………”


‘આ લોકોની પ્રાચીન અવસ્થાના સંબધ મા ઘણુ કહેવાય ચુક્યુ છે, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર ના સમસ્ત વંશાવળીઓ ના લેખકોએ તેમને ભારત ના રાજકુળ મા સ્થાન આપેલ છે, આ જાતી ભારતમાં આવેલ પશ્ચિમ દ્વિપકલ્પ ની પ્રસિધ્ધ જાતીઓ માથી એક છે,તેમણે સૌરાષ્ટ્ર નુ નામ બદલી ને ‘કાઠીયાવાડ’ કરી દિધુ છે. કાઠીયાવાડના નિવાસીઓ મા કાઠી જાતીએ પોતાની પ્રાચિનતા અધિકતર સ્થાયી રાખી છે તેના ધર્મ રીતભાત અને મુખ મુદ્રા એ સર્વે મુર્તિમંત સિથીયન છે. સિકંદરના સમયમા આ લોકો પંજાબ પાસે પાંચ નીદિઓ ના સંગમની નિકટ માં અધિકાર ભોગવતા હતા, આ લોકો ની સામે લડવા સિંકદર પોતે ગયો હતો અને તેમની સાથે થયેલા યુધ્ધ માં સિકંદર નો પ્રાણ જતા જતા બચ્યો હતો તે સ્થાન પર તેણે વેર વૃતી નુ અપુર્વ સ્મારક મુક્યુ.. જેસલમેર ના ઇતિહાસ ના આરમ્ભિક ભાગમાં ત્યાના લોકોને કાઠી લોકોની સાથે થયેલા યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યુ છે અને તેમની પોતાની દંતકથાઓ તેમને આઠમી શતાબ્દીના અરસામાં સિંધુનદીની ખીણના દક્ષિણપૂર્વ ભાગમાંથી આવીને આ દ્વીપકલ્પમાં વસેલા જણાય છે. બારમી શતાબ્દિમા કાઠી લોકો પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુધ્ધોમા પ્રસિધ્ધ હતા, આ જાતી ના કેટલાય સરદારો તેની તથા તેના શત્રુ કનોજ રાજાની સેના સાથે સંબધ ધરાવતા હતા, જો કે આ સમયે તેઓ કેટલાક અંશે અણહિલપુર પાટણના રાજા ને આધિન રહિ કાર્ય કરતા હતા, તો પણ એમ જણાય છે કે આ ઘટના કોઇ પણ દબાણવશ નહિ પણ સ્વૈછીક હતી, કાઠીઓ સૂર્ય ની પુજા કરે છે, પોતાના પુર્વકાળ ના લુંટફાટ ના ઉધમની અનિશ્ચિંત કમાણી પર આધાર રાખવાનુ તેમને ગમે છે, શાંતીપ્રિય હુનરો પ્રત્યે તેમને ઘૃણા છે તે લોકો ઘોડા પર બેસી હાથ મા ભાલો લઇ શત્રુ અને મિત્રની પાસે થી પોતાના ‘બ્લેકમેલ’(ઉપદ્રવ નો કર) ઉઘરવતા રહેવા સિવાય ના કાર્ય થી તેઓ પ્રસન્ન થતા નથી.”

કર્નલ ટોડ જેસલમેર ના ઇતિહાસ મા ભાટી રાજપુતો ની તવારીખો પરથી સને ૧૧૬૮ પછી જેસલમેર ના રાજા શાલીવાહન ના વખત માં ઝાલોર તથા અરવલ્લી પર્વત ની વચ્ચે ના પ્રદેશ મા આવી પહોંચ્યા . અહિ જગભાનુ કરી ને કાઠી ને શાલીવાહનના પીતા અને જેસલમેર ના સ્થાપક રાવ જેસલ ભટ્ટી સાથે લડી તેનો દક્ષિણ પશ્વિમ ના ભુ ભાગ પર કબજો મેળવ્યો અને ત્યારબાદ શાલીવાહાને ગાદિ એ આવતા એણે પ્રથમ કાઠીઓ સામે અભીયાન છેડ્યુ જેમા જગભાનુ કાઠી નુ મૃત્યુ થયુ.

ટોડ ના અનુસંધાને ‘the sun an the serpent’ માં રામચંદ્રપુર-બુંદિ મા મહાદેવ ને અર્પણ કરેલો હાર કાઠીઓ દ્વારા છે એવુ ત્યા કોઇ શીલાલેખ મા છે. આમ,કાઠીઓ ના અલગ અલગ સમય મા બુંદિ, પાલિ, બિકાનેર, અરવલ્લિ ની પર્વતમાળોમા હોવાની વિગતો મળે છે.


કેપ્ટન મેકમર્ડો પ્રથમ અંગ્રેજ પોલિટિકલ એજન્ટ હતા. તેઓ કચ્છમાં ભૂરિયાબાવા તરીકે ઓળખાતા. તેનું કારણ તેઓ જાતમાહિતી માટે બાવાનો વેશ ધારણ કરી અંજારની બજારમાં વર્ષો સુધી રખડ્યા હતા. આજે અંજારમાં તેનું નિવાસ સ્થાન ભિંત-ચિત્રો માટે પ્રખ્યાત છે. તેમની નોંધઃ

The Kathi differs in some respects from the Rajput. He is more cruel in his disposition, but far exceeds him in the virtue of bravery and a character possessed of more energy than a Kathi does not exist. His size is considerably larger than common, often exceeding six feet. He is sometimes seen with light hair and blue-coloured eyes. His frame is athletic and bony, and particularly well adapted to his mode of life. His countenance is expressive, but of the worst kind, being harsh, and often destitute of a single mild feature.”

(કાઠીઓ અમુક બાબતો થી રાજપુતો થી અલગ તરી આવે છે, તેઓ સ્વભાવ મા તેમના થી અધીક કઠોર (ઘાતક) છે. વિરતા નો નૈતીક ગુણ તેઓ રાજપુત થી અધીક ધરાવે છે. તેમના જેટલુ શક્તિમાન કોઇ નથી, તેઓ સામાન્ય થી ઉંચો બાંધો ધરાવે છે, ક્યારેક ૬ ફિટ થી અધીક, કવચિત સુવાળા વાળ અને નીલવર્ણી નૈત્રો ધરાવે છે અને તેમનુ શરીર મજબુત અને હાડવાળુ છે જે તેમના જીવનપ્રણાલી ને અનુકુળ છે.મુખ તેજસ્વી પણ કઠોરતા પ્રકાશતી હોય છે, મુદ્દતા નુ એક પણ લક્ષણ નથી.


કાઠીમાં રાજપુતની સરખામણીએ વધારે સંપ હોઇ છે. કાઠી તેમને લડાઇ પુરા જોશ માં લડે છે. કાઠી અને ભાવનગરને જ્યારે વેર બંધાણુ ત્યારે ભાવનગરના ૪૦૦-૫૦૦ ગામડા વીરાન થઇ ગયા. 12 વર્ષ આ લડાઇ ચાલી, કાઠી પોતાની એક વીઘો જમીન ભાવનગરના હાથમાં દેવા તૈયાર નોતા. (;;-Transactions Of The Literary Society Of Bombay, Volume 1-macmurdo)

કાઠીયાવાડ મા બહારવટીયા વિશે સૌપ્રથમ પુસ્તક ‘‘Outlaws of Kathiawar’ લખી જનાર સી.એફ કીનકેઇડ પણ કાઠી બહારવટીયાઓનુ ખુબ સારુ વર્ણન કરે છે અને તથા સાથે કાઠીઓ અને તેમના ઘોડાઓ ના અદભુત તાદામ્ત્ય થી પ્રભાવીત થયા છે.

અંગ્રેજ લેખક વિલિયમ વિલબર ફોર્સ બેલે પણ પણ પોતાના પુસ્તક ‘History of Kathiawar’ ની પ્રસ્તાવના માં જણાવે છે કે મરાઠાઓ એ સૌરાષ્ટ્ર નુ નામ ફેરવી કાઠીયાવાડ કર્યુ અને પુષ્ઠ ૧૩૩ મા નોંધે છે કે મરાઠાઓ સૌરાષ્ટ્ર મા આવ્યા ત્યારે કાઠીઓ એ એમને ખુબ સારી ટક્કર આપેલી જે વિસ્તાર માં કાઠી હતા તે વિસ્તાર માં મરાઠાઓ છેક સુધી કબજો ન કરી શક્યા, કાઠી મરાઠા ના પ્રબળ શત્રુ પુરવાર થયા.

વીલ્બર ફોર્સ લખે છે ‘It is,l believed that at the time of Alexander the great’s invansion the kathis inhabited a portion of punjab and then they afterwards migrated to sindh,entering saurastra afterwards (એવી એક માન્યતા છે કે એલેક્ઝાંડર ની ચડાઇ વખતે કાઠી લોકો પંજાબ ના એક ભાગ મા વસતા ત્યાંથી સિંધ મા આવ્યા અને તે પછી સૌરાષ્ટ્ર મા ઉતર્યા.)

સિકંદર મહાન ની ચડાઇ વખતે સિંધુ તટે એક ‘kanthoi’ નામે જાત હતી, એવુ ગ્રીક લેખકો એ નોંધ્યુ છે,C.R. Beven તેમને ક્ષત્રિય ની એક શાખા તરીકે માની લખે છે. ‘The Genral Designation of the warriour caste seems to be applied in this case to particular people.’ (લડાયક કોમના સર્વસાધારણ નાભામિધાન અમુક ચોક્કસ વર્ગ ને અપાયા નુ દેખાય છે).

ટોલેમી પોતાની ભુગોળ માં કંઠી નામના આખાત નુ નામ દર્શાવે છે જેના વિશે મેકક્રિન્ડલ લખે છે કે ‘The Gulf of this name is called the gulf of kutch ,the south coast of which is still called kantha,from the peninsuala of Gujarat.


મેકક્રેન્ડીલ વધુ પણ નોંધે છે કે “According the Greek writers the people that held the territary comprised between the Hy-draotes(Ravi) and the Hyphasis(chinab) were the kathoi whose capital was sangal.The mahabharat and the Pali Buddhist works speak of sangla as the capital of madrash a powerful people often called as also the Bahikas,haseer,in order to explain the substituation of name supposes that the mixture of madras with the inferior castes has led them to assume the name of kathois(kshatriya or warrior class)in token of their degradation.’


(ગ્રીક લેખકો પ્રમાણે રાવી અને ચીનાબ વચ્ચે જે લોકો વસતા હતા તેઓ કઠોઈ હતા જેમનું પાટનગર સાંગલ હતું. મહાભારત અને પાલી બુદ્ધિસ્ટ લેખ પ્રમાણે આ પાટનગર ખૂબ જ શક્તિ શાળી એવા મદ્રા લોકો નું હતું કે જેઓ બાહિલકા, હસિર તરીકે જાણીતા હતા. મદ્રા અને તેના થી ઊંચી જાતિ લોકો ના સમંલેન થી કઠોઈ (ક્ષત્રિય) નામ ઉતપન્ન થયું.)

‘ઇતિહાસકર્તા આરીઅન કહે છે કે :કાઠીઓ ભટકનારા હિન્દુસ્તાન ની કોઇ પણ રાજ્ય ની સત્તા નહિં પાળનારા, અને મુસારો લઇ હિંદુ રાજ્યો ને મદદ કરનારા હતા.

વોટસને the skeches of kathis નામના આર્ટીકલ માં નોંધ્યુ છે કે સૂર્યવંશી વાળા રાજવી વૃતકેતુ એ માળવા માંડવગઢ ગાદિ સ્થાપી તેમની સાથે જ કાઠીઓ સૌરાષ્ટ્ર આવ્યા અને વાળાઓ એ સૌરાષ્ટ્ર મા અને કાઠીઓ ત્યારબાદ કચ્છ મા રાજ્યો મેળવ્યા.


વોટસને સર્વસંગ્રહ મા ટાંકતા કહ્યુ છે કે, તેઓ વહેમી અને શુકન માં માનનાર છે ડાબા હાથ મા તેતર બોલ્યુ હોય તો તેને સારા શુકન માને છે, મહેમાનગતી સાચવનારા, દોસ્તી નીભાવવાવાળા તથા મિલનસાર હોય છે. તેણે આગળ ના બધા સંઘર્ષો ના નિષ્કર્ષ રુપે ‘ભારતીય પુરાતત્વ’ માં કહે છેઃ પેઢી દર પેઢી કાઠીઓ હીમંત થી જીંદગી જીવી બતાવી છે એવા સમય માં જ્યારે બધા નો હાથ એક તરફ હતો અને કાઠીઓ નો હાથ એક તરફ હતો(સંઘર્ષ મા એક તરફ બધા અને બીજી બાજુ ફક્ત કાઠી)

JAMES BURGESS: Report On The Antiquities Of Kathiawad And Kachh.ના લેખ માં કાઠીઓ સભવંત ઘણી જુની જાતીઓ માથી એક છે જેને હાલ મા પણ કચ્છ ના અધીભોક્તા તરીકે ઓળખવા માં આવે છે.જ્યા તેઓ ખુબ સશક્ત હતા તેમને પાવરગઢ કિલ્લો અને દક્ષીણકિનારા પર વિસ્તારો હતા.ભુરી આંખો વાળા તેઓ ને ‘ટોડ’ અને બીજા લેખકો નુર્વંશ શાસ્ત્ર ની દ્રષ્ટીએ સીથીયન તરીકે ઓળખાવે છે.કચ્છ ના જામ સાથે સંઘર્ષબાદ તેઓ પાંચાળ પ્રદેશ મા ઉતરી આવ્યા,હવે કચ્છ મા સભવંત એ વખત નુ કોઇ કાઠી પરિવાર રહ્યુ નથી.તેઓ એ ભદ્રાવતી પર ૧૪૭ વર્ષ સુધી આધીપત્ય રાખેલુ.

વોકરઃ કાઠી લોકો મજબુત બાંધાના હોય છે પોશાક રાજપુતો જેવા હોય છે અને તેમની પાઘડી ને ચાંચ હોય છે. કાઠીઓ પાળ કે યુધ્ધ મા પગારદાર સિપાહિઓ રાખતા એવુ કરવાથી પાળ મા માણસો નુ જુથ વધે અને બંધુક વાળા માણસો મળી રહે, કેમકે તેઓ આડ હથીયાર થી યુધ્ધ પસંદ કરતા, અગ્નીઆસ્ત્ર અર્થાત આતશ(બારુદ) થી ચાલતા હથીયારો વાપરવા પોતાની ગેરઆબરુ સમજતા અને એ બંદુકો ના ઉપયોગ કરવા માટે ગધઇ લોકોને સાથે રાખતા.(આ સુચવે છે કે કાઠીઓ એ પણ બંદુકો નો ઉપયોગ મોડો શરુ કર્યો)

મુસ્લીમ સલ્તનત કાળ અને દિલ્હિ ની હાકેમી વખતે પણ અવારનવાર કાઠીઓ તેઓના પ્રદેશમાં પોતાના અસ્તીતવ નો પરિચય આપી આવતા અને તેઓના નાક મા દમ કરી દેતા જે કારણે અનેક વખત મુસ્લીમો એ કાઠીઓના પવિત્ર દેવસ્થાન ‘સૂરજ દેવળ’ ઉપર ઉપરા ઉપરી હુમલાઓ કર્યા.અને કાઠીઓ ને નિયંત્રીત કરવા વિરમગામ અને રાણપુર થાણામાં એક હજાર નુ લશ્કર ફક્ત કાઠી સામે અનામત રાખવુ તેવુ મુસ્લીમ તવારીખો નોંધે છે.

જેમ્સટોડ અને બીજા ઘણા ઇતિહાસકારો એ રાજપુતો અને કાઠીઓ ને વિદેશી અને સીથીયનો કહ્યા છે પણ હકિકત મા એનુ પ્રતિપાદન: રાજ્પૂતાને કા પ્રાચીન ઇતિહાસ મા ગૌરીશંકર ઓજા એ 1924 મા આ મત સબંધ મા સારુ વિવરણ બીજા અધ્યાય મા કરેલુ છે જે આ પ્રમાણે છે…… શક (સિથિયન) આદિ બહાર ની જાતિયો ના સબંધ મા આપણને આ પ્રમાણો મલે છે યૂરોપ ના પ્રાચીન કાલ મા ઈતિહાસ લેખકો શકો વિષે આ પ્રમાણે લખે છે એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા મા જ્યોસ નામ ના વિદ્વાન નુ કથન છે મને કેટલાય પ્રમાણો મલે છે કે જેના પ્રમાણે શકો નુ આર્ય હોવુ નિશ્નેચિત છે આ કથન ની સાક્ષી હેરોડોટસઆપે છે કે સીથીયન (શક) અને સમાર્ટિયન એકજ ભાષા બોલતા હતા અને સમાર્નટિયન નિશંદેહ આર્ય હોવા નુ સાક્ષી પ્રાચીન ગ્રંથકારો આપે છે સ્ટેપિ (રશિયા ની દક્ષિણ અને સાઈબેરીયા ની પશ્ચિમ નો પ્રદેશ) જેહૂ નદિયો થી હંગેરિયા ના પૂજટાસ સુધી આર્યો ની એક શાખા નો અધિકાર હતો શકો ના દેવતાઓ પણ આર્યો ના દેવતાઓ ને મલતા જ આવે તેઓ ની બધા થી મોટી દેવી તબીતી (અન્નપુર્ણા) હતી તેના સિવાય તેઓ સૂર્ય આદિ દેવતાઓ ની પણ પૂજા કરતા લડાઇ ના સમયે ઘોડા ઉપર સવાર થઈ ધનુષ્ય રાખતા હતા…એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા ભાગ 21 પેજ 576

યજુર્વેદ માં એક શાખા કાઠક તરીકે ઓળખાય છે, તેમની સંહિતા,ઉપનિષદ અને ગુહ્યસુત્ર છે.પાણીની અષ્ટધ્યાયી મા કઠો નો ઉલ્લેખ છે પંતજલી મહાભાષ્ય ના મત કઠ(કાઠી) મુજબ તેઓ વૈંશપાયન ના શીષ્ય છે.

ગ્રીક ઇતિહાસકારો લખે છે કે પંજાબ મા કઠ ગણરાજ્યો સ્પાર્ટા ની જેમ ફક્ત બલીષ્ઠ શીશુ ને જ જીવીત રાખતા.

વિદ્યાશંકર ઇચ્છાશંકર દવે એ કાઠી કોમ ના વિરરસ ને છલકાવતો નીંબધ ગુજરાતી સાહિત્ય પરિષદ મા રજુ કરેલો એમણે ઝવેરચંદમેઘાણી સાથે વાતચિત કરી અમુક અવતરણો ટાંક્યા જેમા તેમણે પણ આ કોમ ને રોમન્સ/સ્પાર્ટા ના લડાકા સાથે સરખાવ્યા, જેમ કે સૂર્યપુજન, બાપનુ નામ આગળ ની પેઢી મા પુનઃ પાડવુ, અશ્વશોખ,સમાનતા વ્યવહાર ,ડાયરો, માનવાચક શબ્દ, પરણોગતધર્મ, કઠણ પથારી, હથીયારો.

આ જાતીએ કાઠીયાવાડ ને સેવા ના ભેખધારી તેવા સંતો ની પરંપરાની હારમાળા આપી, સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક સહજાનંદ સ્વામી ને રાજાશ્રય આપ્યો, સત્વ,શીલ,સમર્પણ અને શુરવીરતા થી ભરપુર અન્યાય ના પ્રતિકારરુપ બહારવટીયા ની પરંપરા આપી, પોતાની જમીન દબાતા રાજ્ય સામે બહારવટે નીકળતા,તેમના ભાઇઓ નુ જુથ રચાતુ,વંકિ જગ્યા ગોતી નેજો રોપાતો અને બહારવટા ના ધર્મ પ્રમાણે ચાલવા પ્રતિજ્ઞા લેવાતી.

કાઠીઓ સૂર્ય ને પુજે છે અને કાગળ મા સૂર્ય નુ ચિન્હ દોરે છે ને તેની નીચે સૂર્ય ની શાખ એમ લખે છે અને દરેક કામ મા એની સહાયતા માંગે છે.(સર્વસંગ્રહ)

કાઠીઓ સૂર્ય ને પુજે છે,તેઓ પોતાના હાથ સૂર્ય સામે જોડી તેની અપારશક્તિ વિશે પોતાના વિચાર અને ઉત્કંઠતા થી જે બોલાય તે ભાષા મા કૃપા માંગે છે.(વોકર સેટલમેંટ)

એક અંગ્રેજ વિદ્વાન સર હેનરી ન્યુ બોલ્ટે પણ બહારવટીયાઓ ની પ્રતીભા ને બિરદાવતા લખ્યુ છે ,’અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ તેમનુ જીવન મર્દાનગીભર્યુ અને ખમીરવંતુ હતુ,હિમંત અને ઉદારતાથી ભરેલી તેમની જીંદગી હતી.’ અને ન્યાયમુર્તિ બિમન કહે છે’આ જુના બહારવટીયાની અંદર પણ સુંદર અને સાચુ પ્રેમ શૌર્ય ભર્યુ હતુ,કોઇ પણ અપવાદ વિના બધા જુલમ થી છેડાઇ ને જ બહારવટે નીકળનારા બહાદુરો હતા’

પ્રજાપાલક રાજવીઓ, અશ્વઉછેર, ગેરીલા યુધ્ધ પધ્ધતી બેજોડ મનાય છે, કળાવંત કુળવંત કાઠીયાણીઓ ના શીલ, મોતીભરત, માંડ્ય અને રસોઇકલા અદભુત છે.

ઇતિહાસ નુ પ્રખ્યાત કથન છે અગર કોઇ પ્રજાનો વિનાશ કરવો હોઇ તો એના ભુતકાળને ભુલાવી દેવો એટલે તેનુ પતન નિશ્ચિંત છે ઉક્ત વિધાન મુજબ હરીફ સત્તાઓએ અને સ્વરાજ વખતે લઘુતાગ્રંથી થી પીડીત લેખકો એ આ સમાજ ને લુંટારા તરીકે ચિતરવાનુ શરુ કરી દિધુ સાચી પરિસ્થીતી ના મુલ્યાંકન કરનારો કાયમ લઘુમતી મા જ રહ્યા જેમકે મેઘાણી, જયમલપરમાર, મેકમર્ડો તથા અન્ય વિદ્વાનો, આ કારણે જ કાઠીયાવાડ નામ ને રાજ્ય વહિવટ માથી દુર કરવાનો પ્રય્ત્ન થયો હશે તે સમજી શકાય છે, સૌરાષ્ટ્ર નો ઇતિહાસ પુસ્તક મા એસ.વી. જાની લખે છે કે ગાંધીજી ની હત્યા થી વ્યથીત ૧૫ ફેબુ,૧૯૪૮ માં એક સાદા સંભારભ મા જામનગર મા ‘કાઠીયાવાડ સંયુક્ત રાજ્ય’ નામ રાખી રાજ્ય ની રચના કરાય હતી જેના પ્રથમ રાજપ્રમુખ રુપે સરદાર પટેલ દ્વારા મહારાજ દિગ્વીજ્યસિંહે શપથ લીધા અને મુખ્ય પ્રધાન તરીકે ઉંછગરાય ઢેબરે રાજપ્રમુખ હસ્તક મુખ્યપ્રધાન પદ ના શપથ લીધા અને તુરંત બીજા દિવસે ’૧૬ ફેબ્રુ.૧૯૪૮’ ના રોજ રાજકોટ ખાતે સભા બોલાવી નવુ નામ ‘સૌરાષ્ટ્રનુ સંયુક્ત રાજ્ય’ આપી દેવામાં આવ્યુ, આમ લોકશાહિ વ્યવસ્થા એ પહેલુ કામ સ્વંતત્રા પછી કાઠીયાવાડ નામ ભુંસવાનુ ચાલુ કરી દિધુ.

આક્રાંતાઓ દ્વારા જ પોતાના પ્રબળ શત્રુ ના નામે કોઇ પ્રદેશનુ નામાધીન થયુ હોઇ એવી આ ઘટના અનન્ય છે,

“તેદી અશ્વના સ્વાર થઇ હાથ તલવાર લઇ કાઠીએ કાઠીયાવાડ કીધો” હા એ હકિકત છે કે પોતાના શૌર્ય થી આ ભુમીના ભાગો જીત્યા. પણ દાતારી,દિલાવરી થી દિલ જીત્યા અને મહેમાનગતી કાઠીયાવાડ નુ અંગ બની ગયુ છે.

એટલે જ કહેવાયુ છે.

“કાઠીયાવાડ મા કોક દિ ને એય ભુલ્યો ય પડજે ભગવાન

પછે થાજે મારો મેમાન…એ તને સરગે ય ભુલાવુ શામળા!”

“The ruling Princes, chiefs and leading personages in the western India states Agency” કાઠીયાવાડ ના ડિરેક્ટરી સમા પુસ્તક મા કાઠી કોમ વિશે આ હકિકત રજુ થયેલ છેઃ

“અત્યારે આ પ્રદેશ કાઠીયાવાડ નામ થી ઓળખાય છે. પરંતુ મુગલ સામ્રાજ્ય ના વહીવટી દફતરો મા તેનુ મુળ નામ સૌરાષ્ટ્ર અથવા સોરઠ હતુ. કાઠી લોકોથી વ્યાપેલો ભાગ જ ફક્ત કાઠિયાવાડ નામ થી ઓળખાતો. પરન્તુ આ છાતીકઢી દંગાઇ કોમ (daring marauders) ૧૭-૧૮ મી સદી મા એટલી પ્રખ્યાત થઇ કે ધીમે ધીમે સૌરાષ્ટ્ર પ્રાન્ત ના બીજા ભાગોના નામ પણ કાઠીયાવાડ મા લુપ્ત થઇ ગયા અને એટલે સુધી કે આખાય દ્વિપકલ્પે કાઠીયાવાડ નામ ધારી લીધુ”

આમાટે જ આજ સુધી સમગ્ર જનમાનસ મા કાઠીયાવાડ શબ્દ દ્રઢ રીતે અકબંધ છે અને રહેશે.

ચંદ્રકાંત બક્ષી ની કલમેઃ કાઠી જ્ઞાતી સંખ્યા મા ઓછી હોઇ ને પણ શુરવીર કોમ છે, ઓછી સંખ્યા છતા સમગ્ર સૌરાષ્ટ્ર ને કાઠીયાવાડ ઘોષિત કરી શકે એ એમની શુરવિરતા, કુનેહ અને લડાયક નીતી નુ ઉચ્ચતમ પ્રમાણપત્ર છે અને આ સિધ્ધી હાસીલ કરવા કેટલાય કાઠી વિર, સંત અને સતિઓ નુ બલિદાન છે.

સંકલનઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

જય કાઠીયાવાડ

જય સૂર્યદેવ

સત,ધરમ અને શીલતા, વિર દાતારી વિખ્યાત,

કાશીથી કન્યાકુમારી કાઠીયાવાડ પ્રખ્યાત 🏇

🙏🏻🔅🙏🏻