પંચમુખી હનુમાનજી ની જગ્યા

શ્રી ખીજડાવાળા પંચમુખી હનુમાનજી ની જગ્યા રાજકોટ જિલ્લા ના હડમતિયા (ગોલિડા) ગામ મા આવેલી છે.

શ્રી પંચમુખી હનુમાનજીદાદા સ્વયં ભૂ જમીન માથી ખીજડાના વ્રૂક્ષ મા પ્રગટ થયેલા છે. તે ખીજડાનુ વ્રૂક્ષ સાડા પાંચ હજાર વર્ષ જૂનું છે અને એનો ઇતિહાસ કૃષ્ણ ભગવાન અને પાંડવો સાથે સંકળાયેલો છે. આ જાડ વર્ષ 1915 ની સાલ આસપાસ લીલે લીલું સળગેલૂ છતા પણ હજી અડીખમ ઊભું છે. અને આ વ્રૂક્ષ ની પોલાણ મા પાંડવો એ એમના હથિયાર સંઘરેલા. અને જો શરદી ઉધરસ થઇ હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય અને શ્રી પંચમુખી હનુમાનજીદાદા ની સાચા મન થી દર્શન કરવાની માનતા રાખે તો જરૂર તેમની ઈચ્છા પૂરી થાય છે.

શ્રી પંચમુખી હનુમાનજીદાદા ના મંદિર ના ઓટા ઉપર કે ખીજડાની નીચે જો રાત સુઈ નથી શકાતું જો આવુ કરે તો ઊઠે ત્યારે સવારે 3k.M મંદિર આઘો ડુંગર ઉપર હોય છે.

ગામના લોકો નુ કહેવું છે કે જ્યારે આ દાદા ની મૂર્તિ ની ખબર ન હતી અને ત્યારે દાદા ની મૂર્તિ ઉપર ખેતી નુ હલ પથ્થર સાથે અથડાઈયુ અને પથ્થર માથી ખુબજ લોહી નીકળેલુ ત્યારે ખબર ખબર પડી કે આયા શ્રી પંચમુખી હનુમાનજીદાદા મૂર્તિ છે.દાદા ની મૂર્તિ દર વર્ષે વધે છે.

100 વર્ષ થી ઉપર દાદા નો 24 કલાક અખંડ જ્યોત ચાલુ છે સાચા મન થી દાદા ની આસ્થા રાખવા મા આવે તો જરૂર પૂરી થાય છે ભક્તજનો દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નુ ભવ્ય આયોજન કરવા મા આવે છે.ભક્તો દ્વારા વર્ષ 2018 મા લાલ પથ્થર નુ નવું મંદિર બનાવી જીર્ણોદ્ધાર કરવાં આવ્યું

મંદિર નુ એડ્રેસ

પંચમુખી હનુમાનજી ની જગ્યા

ગામ:- હડમતિયા (ગોલિડા),

વાયા ત્રંબા, તા. જી. રાજકોટ

પિન - 360025

હનુમાનદાસ બાપુ-Mo.9879334236

હાર્દીકબાપુ - Mo.8980216245